હવે કોઈ પણ અનાજનાં વેપારીને ત્યાં અળસી (raw) મૂળ સ્વરૂપમાં અનાજ તરીકે મળે છે. મોટા સ્ટોર્સમાં પ્રોસેસ કરેલા ફોર્મમાં એટલે કે લોટ તરીકે અને શેકેલા (roasted) દાણા તરીકે મળે છે. તાજેતર માં થયેલા સંશોધનો અનુસાર અત્યાર સુધી અજાણી અને કોઈક જ ઠેકાણે મળતી અળસી કેટલા બધા રોગો માં ફાયદો કરે છે તે જાણો ……
- રોજ એક ચમચો (૧૦ ગ્રામ) અળસી લેવાથી તમારા શરીર નો બી.એમ.આર. (Basal Metabolic Rate) વધે છે અને અળસીમાં વધારાની ચરબી ઓછી કરવાનો ગુણ રહેલો છે તેથી સમય ગયે તમારું વધારાનું વજન ઓછું થાય છે.
- નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ કેન્સર રીસર્સના એક સંશોધન પ્રમાણે અળસીમાં કેન્સર રોકનારા ૨૭ તત્વો છે, જેથી કેન્સર સામે રક્ષણ મળે છે.
- કસરત કે શ્રમથી સ્નાયુ થાકી ગયા હોય તો તેમને શક્તિ આપે છે. અળસી, તમારા શરીરમાં સ્ફૂર્તિ, જુસ્સો વધારે છે અને થાક ભગાડે છે.
- હવા મારફતે લીધેલા ઓક્સીજન અને ખોરાક મારફતે લીધેલા પૌષ્ટીક પદાર્થોનો શરીર (અળસીને કારણે) વધારે સારી રીતે ઉપયોગ કરી શકે છે.
- અળસીમાં રહેલા ‘ઓમેગા-૩ ફેટી એસીડ’ નામનો પદાર્થ મગજના કોષોને શક્તિ આપે છે જેથી મન પ્રફુલ્લિત રહે છે અને ડિપ્રેશન થતું અટકાવે છે.
- અળસીમાં રહેલો ‘લીગ્નીન’ નામનો પદાર્થ જુદી જુદી હોર્મોન ગ્રંથીઓમાંથી નીકળતા હોર્મોન્સનું નિયમન કરે છે.
- અળસીમાં રહેલા ‘ફાય્ટોઈસ્ટ્રોજન’ નામના કુદરતી હોર્મોનને કારણે સ્ત્રીઓમાં પી.એમ.એસ. (પ્રિમેન્સટ્રુઅલ ટેન્શન) અને મેનોપોઝની તકલીફમાં ઘણી રાહત મળે છે.
- અળસીમાં લોહીનું વહન કરનારી નળીઓમાં ચરબીના ગઠ્ઠાને થતા અટકવવાનો ગુણ છે.
- બ્રેસ્ટ અને પ્રોસ્ટેટ કેન્સર થતા અટકાવવાનો ગુણ અળસીમાં રહેલા ‘લિગ્નીન’ નામના તત્વને કારણે છે.
- સાંધાના વા માં આવેલા સોજાને અટકાવે છે.
- બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ – બંને રોગોમાં અળસી રોજ એક ચમચી લેવાથી ફાયદો થાય છે.
- ખરજવું અને સોરીઆસીસમાં તેમજ સુકી ચામડીમાં અળસી ખાવાથી ફાયદો થાય છે.
- અળસી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જેથી ચેપી રોગો થતા અટકે છે.
- કિડનીના કામ સોડીયમ તથા બીજા વધારાના ક્ષાર અને પ્રદુષિત પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે.
- અળસીમાં ફાઈબર મળે છે જેથી કબજિયાત થતી અટકે છે.
- હૃદયના ધબકારાનું નિયમન કરે છે.