Vitamin B12
શરીરમાં પૂરતાં પ્રમાણમાં B12 ન હોવાને ઉણપને લીધે એનીમીયા, કબજીયાત, હાથ-પગમાં ઝણઝણાટી કે યાદશકિત ઓછી થઈ જવી, અકળામણ રહેવી અને આળસ લાગવી જેવાં લક્ષણો જોવા મળે છે. જે નિદાન આપે છે કે શરીરમાં B12ની ઉણપ છે. આ ઉપરાંત જેમ ઉંમર વધતી જાય છે તેમ બ્રેઇન પાવર ઓછો થાય છે.
એક સર્વે પ્રમાણે દર 10 માંથી 6 વ્યક્તિ વિટામિન B12ની ઉણપથી પીડાઈ રહ્યું છે તેથી અહીં અમે આપને શરીરમાં B12નું પ્રમાણ વધારવાં કેટલીક સામાન્ય ટિપ્સ જણાવી રહ્યાં છે.
વિટામિન બી-૧૨નાં શરીરમાં કાર્યો :
- વિટામીન બી-૧૨ અને ફોલિક એસિડ (B9) લોહીમાં નવાં રકતકણો બનાવાનું કાર્ય કરે છે.
- વિટામિન બી-૧૨ મગજ અને કરોડરજ્જુનાં જ્ઞાનતંતુઓ ઉપર માયલીન શીથ બનાવાનું કામ કરે છે. જો વિટામિન બી-૧૨ની ઉણપ હોય તો મગજ અને કરોડરજ્જુમાંથી ઉત્પન્ન થતાં જ્ઞાનતંતુઓ નબળા પડી જાય છે.
- ખોરાકમાં રહેલા પ્રોટીન, કાર્બોહાઈડ્રેટસ અને ચરબીનું શક્તિમાં રૂપાંતર કરવામાં મદદ કરે છે.
- શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
- શરીરનાં ડી.એન.એ. અને આર.એન.એ.નાં ઉત્પાદનમાં મદદ કરે છે.
- વિટામિન બી-૧૨ શરીરમાં કોઈપણ કારણસર ઉત્પન્ન થયેલ ‘હોમોસિસ્ટીન’ નામના પદાર્થનો નાશ કરે છે. જો એ પદાર્થ શરીરમાં વધે તો લોહીની નળીઓને નુકશાન કરે છે.
શરીરમાં B12નું પ્રમાણ વધારવા:
- દુધ, દહી, ચીઝ જેવા દૂધની બનાવટોનો ઉપયોગ વધુમાં વધુ પ્રમાણમાં કરો.
- દહીંમાં પુષ્કળ પ્રમાણમાં બીકોમ્પ્લેક્સ; વિટામિન બી-1, બી-2 અને બી-12 હોય છે, તેમાં પણ જો દહીં લો ફેટવાળું હોય તો તે વધારે ફાયદાકારક છે. બની શકે તો ફ્લેવર્ડ દહીં લેવાનું ટાળવું જોઈએ.
- સામાન્ય રીતે તમને બજારમાં બાર પ્રકારના ચીઝ મળી રહેશે, જેમાં વિટામિન બી-12 હોય છે, પરંતુ કોટેઝ ચીઝ(પનીર)માં વિટામિન બી-12 સારા એવા પ્રમાણમાં હોય છે.
- સોયાની દરેક પ્રોડક્ટ જેવી કે સોયાબીન, સોયા દૂધ કે સોયા પનીર-ટોફુ એ દરેકમાં વિટામિન બી-12 સારી એવી માત્રામાં મળી રહે છે.
- ઈંડા તમારા રૂટિનમાં ઉમેરી શકો છો. (ફરજીયાતપણે જરૂરી નથી)
- B12નું પ્રમાણ નોનવેજ ખોરાકમાં વધુ હોય છે પણ જો તમે નોનવેજ ન ખાતા હોવ તો તમારે દૂધની બનાવટોનું સેવન વધુમાં વધુ કરવું જોઈએ.
શાકાહારીઓમાં B12ની ઊણપ કેમ થાય?
ખોરાક પેટમાં ઇન્ટ્રીનીસીક ફેકટર પ્રમાણે તે નાના આંતરડામાંથી લિવરમાં ૨ થી ૩ માઈક્રોગ્રામ B12 સ્ટોર થાય છે. પરંતુ, શુદ્ધ શાકાહારી ઉપરાંત જેમનાં શરીરમાં ઇન્ટ્રીનીસીક ફેકટરમાં ગરબડ થવાથી B12 લિવરમાં સ્ટોર થવાને બદલે શરીરની બહાર નીકળી જાય છે. ડાયાબીટીસ અને એસીડીટીની ગોળીઓ તેમજ લાંબા સમયથી પેટનાં રોગોથી B12ની ઉણપ સર્જાઇ શકે છે. તેમજ આર.ઓ. મિનરલ વોટરનાં વધુ પડતા ઉપયોગથી B12ની ઉણપ સર્જાતી હોવા અંગે સંશોધન ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.
વિટામિન બી-૧૨ની ઉણપની યાદશક્તિને અસર ન થાય તે માટે આટલું કરો.
- મગજને ફીટ રાખવા માટે નિયમિત કસરત કરવાનું રાખો. ચાલવાથી, એરોબિક કસરત કરવાથી બ્રેઇન પાવર વધે છે.
- વધુ પડતો ચરબીવાળો ખોરાક લેવાનું ટાળો.
- ક્રોસ પઝલ, સુડોકુ, રુબિક ક્યુબ, ચેસ વગેરે રમતો રમો, તે એક પ્રકારની માનસિક કસરત જ છે.
આ ખામી નિવારવા શું કરવું?
જયારે ન્યુરોલોજીકલ અને એનીમીયાનાં લક્ષણો દેખાય ત્યારે તુરંત B12નો રિપોર્ટ કરાવવો જોઇએ.આ રિપોર્ટમાં B12નું પ્રમાણ 210 થી 900 પીજી-એમએલ (દર ગ્રામ મિલીલીટર) 210 થી ઓછું હોય તો B12નાં ઓછામાં ઓછાં 20 ઇન્જેશન લેવાથી લિવરમાં જરૂરી B12 સ્ટોર થાય છે. તેમજ ત્યારબાદ ફરીથી B12નો રિપોર્ટ કરાવીને દર મહિને B12નું એક ઇન્જેકશન લેવું પડે છે. જો લક્ષણોની તીવ્રતા ઘણી ઓછી લાગે તો ગોળી કે પ્રવાહી દવા દ્વારા પણ રાહત મળી શકે છે.
વિટામિન બી ૧૨ ઓછું છે